shabd-logo

કુદરતની વિવિધ કળા

18 सितम्बर 2021

32 बार देखा गया 32
કુદરતની વિવિધ કળા
             
                 કુદરત ની વિવિધ કળા હરેક જગ્યાએ વિભિન્ન રીતે પ્રગટ થતી હોય છે પણ એ પ્રકૃતિનું સૌંદર્ય સૌદર્ય નિહાળવા મોટે શુદ્ધ હ્રદય જોઈએ. 
  "હ્રદયની  ધરતી કોમળ જો બને
   પ્રક્રુતિની સુંદરતાનાં દર્શન સાચા મલે"
             જેમ કે  લોકોને જંગલ બગીચાને ખીલતાં ફુલોમાં સુંદરતા દેખાય છે પણ મને તો રણ પ્રદેશની ઉડતી ઝીણી રેત, રણની રાત અને સર્વાધિક સુંદર રણના ખીલતા ચાંદમાં પણ સુંદરતા દેખાય છે.
        કોક દિ ગુજારો રાત તો એ જ તપતી રેત અને વેરાન ધરતી અપ્રિતમ સૌંદર્ય છલકાવે છે. ભગવાને ભલે રણની વેરાન અને ખારી ધરતી સર્જન કરી હોય પરંતુ જેટલું દિવસે તેનું રોદ્ર રૂપ તેટલું જ રાત્રે સૌમ્ય રૂપ પ્રદાન કર્યુ છે અને બે જ પરીબળો એક ચાંદ ને એક સૂરજ તેને અસર કરે છે. તોય આ રણ ચાંદ સૂરજ બંનેને સ્વીકારે છે હેતથી. જાણે કે,
     "સુરજ ને ચાંદ કરે ભરપુર રણને પ્રિત 
   સૂર્ય કરે ગરમ, તો રાતે ચાંદની છલકાવે પ્રિત"

                દિવસે સુરજની ગરમીમાં ઓતપ્રોત બની ગરમ બની જાય છે તો વળી રાત્રે એજ સુરજ જાણે પોતે જ ગરમ કરેલ રીસાયેલ ગરમ રણને ચાંદ દ્વારા શીતળતા મોકલી  રીસાયેલ ગરમ રણને મનાવાની કોશીશ ચાંદ દ્વારા કરતો જોવા મળે છે. એ જ સુરજના કિરણો ઝીલી તેમાં પોતાની શીતળતા ઉમેરી મધુર ચાંદની થી રણને ખુબ જ ખીલવી દે છે. અને આ વરસતો પ્રેમ રણ સ્વીકારે ત્યારે રણ ચાંદની અને શીતળતાથી છલકાતું હોય છે.
           આ સમયે જે રણમાં રોકાય તે માનવીઓના હૈયા પણ પ્રકૃતિની આ પરસ્પર પ્રિતની અસરથી ખીલી ઉઠે છે. અને શીતળ ચાંદનીથી જેમ દરિયામાં ભરતી આવે તેમ જ માનવ હ્રદય પર અસર થતાં વિરહીનો વિરહ વધે તો વળી પ્રેમીઓનો પ્રેમ છલકાવે છે.
              કુદરતની આ અદ્ભુત કળા નિરખવાની નજર હોવી જરુરી છે. કહેવાયુ છે ને કે, 'જેવી દ્રષ્ટી એવી સૃષ્ટિ.' 
ભગવાને પ્રકૃતિ અને પુરુષને લાગણીઓથી જોડેલ છે. જો હ્રદયની સાચી લાગણીઓ પ્રગટે અને ભાવાત્મક મન આ પ્રકૃતિ સાથે એકાત્મક બને. તો ભલેને ખીલતો બાગ હોય તો હ્રદયમાં પુષ્પ ખીલી ઉઠે.  લહેરાતો સાગર નિહાળો તો ભીતર ભરતી ઓટ આવતી હોય છે. 
   " હ્રદયની ધરતીને એવી કોમળ બનાવો કે પ્રેમ પુષ્પો ખીલી ઉઠે
અને હ્રદય શુધ્ધ  બનતાં, વિકારોને કોઇ સ્થાન જ ન રહે"
            પછી તો કુદરતની કળાને નિરખવાની ખુબ જ મજા આવે છે. સંત પુરૂષો એટલે જ પ્રકૃતિની ગોદમાં રહેવાનુ કહે છે. પ્રકૃતિના સાચા સહવાસથી વિકારો દુર થાય ,મન હ્રદય સદાય પ્રફુલિત રહે છે.
    આ રણ તો એટલું કોમળ હ્રદયનું છે કે ગમે તેટલું પાણી ચોમાચામાં પોતાના હ્રદયમાં સમાવે. ગમે તેવી ગરમી હોય તો પણ સમાવે અને ચાંદનીને પણ હ્રદયે સમાવી ખીલી ઉઠે છે. સુખ દુઃખમાં સમભાવ રાખી સમાન રહેવાનો સંદેશ આપે છે. તેથી જ રણની હ્રદયની સુંદરતાની અસરથી આકાશનો ચાંદ રણમાં બીજી બધી જ જગ્યા કરતાં અત્યાધિક સુંદર મનોહર લાગે છે.
આમ પ્રકૃતિમાં પણ એકબીજા પરીબળો એકબિજાના હ્રદય પર અસર કરતાં જોવા મળે છે. રણ હોય કે સુંદર બાગ બધે જ પ્રકૃતિની સુંદરતા જોવા મળે છે.article-image
Aniruddhsinh zala

Aniruddhsinh zala

|कुदरत की विविध कला

18 सितम्बर 2021

किताब पढ़िए

लेख पढ़िए